કમી સી

જિંદગી મે કુછ કમી સી મહેસુસ નહી હુઈ,
જિંદગી મે કુછ ચીજ કમ નહી હુઈ.
હુઈ તો તકદિર કી બાંહે સિમટ ગઈ,
મેરે હી હાથો કીસી કી તકદિર બીગડ ગઈ.
હુઈ જો મહેગી અબકે વહ શરાબ,
જો તેરી નિંગાહોં સે પીના મૈ ચાહતા થા,
મયખાને મે ગયા તો મુજે પતા ચલા,
કિ ઉસી શરાબ કી કિંમત કમ કર દી ગઈ.
         
                                -કેતન પંડ્યા,’વિનીત’

Advertisements

વનાંચલ

આ વનાંચલની દૂનિયામાં
હું ક્યાંય ખોવાયેલો છું,
તારા આંચલની છાંવમાં
હું ક્યાંય ઢંકાયેલો છું.
તારી હલચલતી કાયાનો
હું બની બેઠો અફ્સાનો છું,
આ ચંચલ નિગાહોનાં તીરથી
હું બન્યો દિવાનો છું.
આ અચલ વિશ્વને કહી દઉં,
હું તારા થી બેગાનો છું,
તું સંગ ચલેતો દૂનિયાને ઠોકર મારું,
હુંય દૂનિયાથી ઠુકરાયેલો છું.
             કેતન પંડ્યા-‘વિનીત’

અગમચેત…

મને એકાંતમાં ઘડીક રહેવા દો,
નિજ આંખોથી અશ્રુઓ વહેવા દો,
ને વળી કહેવાય છે,કે વહેતા અશ્રુઓંમા
દુઃખો પણ વહી જાય છે,
તો આ ખોટું છે,
જે કહેતા હોય તેને બસ કહેવા દો.
મને ખબર છે જુગટું ખેલાય,
જીવન કેરા ચોપાટ પર,
પણ હાર-જીત કોની થાય છે,
તે જરાક જોઈ લેવા દો.
અમાવસની રાત જેવાં
સોગઠાં છે મુજ નસીબનાં આજ,
પૂનમની સામે તકદીરની
તલવાર લડી લેવા દો.
હુ જાણું છું અગમચેતની વાતને,
જીત નથી હાર છે મારી,
હુ સહદેવ તો નથીં જ,
જે મળ્યું તે બસ
મને એક્લાને સહેવા દો.
                                  કેતન પંડયા-‘વિનીત’

પ્રેમ પ્રકરણ

એની આંખોમાં એવું ભોળપણ હતું
મને લાગ્યુ કે કોઈ સગપણ હતું.

કેવી રીતે બચાવું આ નાજુક દિલ ને
કેટલી જગ્યાએ થી  આક્રમણ હતું .

બે ઘૂંટ પીતા ને સિકંદર બની જતા ,
કેટલું ઊંચું જીવન ધોરણ હતું

વચનની વાત નીકળી એટલે કહું છું
એક પારઘી હતો અને એક હરણ હતું

ઘર ઘર રમવું ને દોરડા કૂદવું ,
ભૂલીજા એ બધું બાળપણ હતું

યાદગાર રહેશે મરણપર્યત મને
બહુ ચગેલું પ્રેમ પ્રકરણ હતું

-કેતન પંડ્યા ‘વિનીત ‘

Next Newer Entries