ક્યાંયનો ના રહું…!

 વિતેલી ક્ષણો ને વાગોળું તો

ક્યાંયનો ના રહું

ભવિષ્ય જો ભરખાઈ જાય તો

ક્યાંયનો ના રહું

સમજી શક્યો નાં રમતો

બધી જીવન ની

જો જીવતર હારી જાઉં તો

ક્યાંયનો ના રહું…!

અગમચેત…

મને એકાંતમાં ઘડીક રહેવા દો,
નિજ આંખોથી અશ્રુઓ વહેવા દો,
ને વળી કહેવાય છે,કે વહેતા અશ્રુઓંમા
દુઃખો પણ વહી જાય છે,
તો આ ખોટું છે,
જે કહેતા હોય તેને બસ કહેવા દો.
મને ખબર છે જુગટું ખેલાય,
જીવન કેરા ચોપાટ પર,
પણ હાર-જીત કોની થાય છે,
તે જરાક જોઈ લેવા દો.
અમાવસની રાત જેવાં
સોગઠાં છે મુજ નસીબનાં આજ,
પૂનમની સામે તકદીરની
તલવાર લડી લેવા દો.
હુ જાણું છું અગમચેતની વાતને,
જીત નથી હાર છે મારી,
હુ સહદેવ તો નથીં જ,
જે મળ્યું તે બસ
મને એક્લાને સહેવા દો.
                                  કેતન પંડયા-‘વિનીત’

પ્રેમ પ્રકરણ

એની આંખોમાં એવું ભોળપણ હતું
મને લાગ્યુ કે કોઈ સગપણ હતું.

કેવી રીતે બચાવું આ નાજુક દિલ ને
કેટલી જગ્યાએ થી  આક્રમણ હતું .

બે ઘૂંટ પીતા ને સિકંદર બની જતા ,
કેટલું ઊંચું જીવન ધોરણ હતું

વચનની વાત નીકળી એટલે કહું છું
એક પારઘી હતો અને એક હરણ હતું

ઘર ઘર રમવું ને દોરડા કૂદવું ,
ભૂલીજા એ બધું બાળપણ હતું

યાદગાર રહેશે મરણપર્યત મને
બહુ ચગેલું પ્રેમ પ્રકરણ હતું

-કેતન પંડ્યા ‘વિનીત ‘