છેડો ફાડ્યો છે…!

આ રચના મે મારા અંગત જીવનમાં સર્જાયેલા વિખવાદોનાં ભૂકંપથી ઘવાઈને રચેલી છે, મને ખાત્રી છે કે કદાચ તમારા માથી કોઈક ને જરુર સ્પર્શ કરશે જ…

ભડભડ ભડભડ બળું
ભીતરે ભૂંચાળ આવ્યો છે,
સાત ફેરા લેનારીએ
આજ છેડો ફાડ્યો છે…

વચન દીધાં અગ્નિસાક્ષીએ
મરણ પર્યત સંગ રહેવાના,
બોલ વચને થી ફરનારીએ
આજ નાતો તોડ્યો છે…!

સંબંધ કેરા બંધન માંથી
મુજ એકલપંથ પ્રવાસીને,
દિલનું દાન દેનારીએ
આજ વિખુટો પાડ્યો છે…!

હર્યા ભર્યા ગૂલિશ્તાનમાં
બે ચાર કંટકો થકી,
કમલપૂષ્પ ચૂંટનારીએ
આજ બગીચો ઉજાડ્યો છે…!

          ‘વિનીત’-કેતન પંડ્યા.

વનાંચલ

આ વનાંચલની દૂનિયામાં
હું ક્યાંય ખોવાયેલો છું,
તારા આંચલની છાંવમાં
હું ક્યાંય ઢંકાયેલો છું.
તારી હલચલતી કાયાનો
હું બની બેઠો અફ્સાનો છું,
આ ચંચલ નિગાહોનાં તીરથી
હું બન્યો દિવાનો છું.
આ અચલ વિશ્વને કહી દઉં,
હું તારા થી બેગાનો છું,
તું સંગ ચલેતો દૂનિયાને ઠોકર મારું,
હુંય દૂનિયાથી ઠુકરાયેલો છું.
             કેતન પંડ્યા-‘વિનીત’

પ્રેમ પ્રકરણ

એની આંખોમાં એવું ભોળપણ હતું
મને લાગ્યુ કે કોઈ સગપણ હતું.

કેવી રીતે બચાવું આ નાજુક દિલ ને
કેટલી જગ્યાએ થી  આક્રમણ હતું .

બે ઘૂંટ પીતા ને સિકંદર બની જતા ,
કેટલું ઊંચું જીવન ધોરણ હતું

વચનની વાત નીકળી એટલે કહું છું
એક પારઘી હતો અને એક હરણ હતું

ઘર ઘર રમવું ને દોરડા કૂદવું ,
ભૂલીજા એ બધું બાળપણ હતું

યાદગાર રહેશે મરણપર્યત મને
બહુ ચગેલું પ્રેમ પ્રકરણ હતું

-કેતન પંડ્યા ‘વિનીત ‘