શેરો-શાયરી
29 Jan 2011 Leave a Comment
- થઈ ગઈ હોય જો કોઈ ભુલ અજાણતા મુજથી,
દઈ દેજો સજા જાણતા હોવા છતાં તમે….! - સંવેદના ઓની મારી તમને શાની ફીકર હોય,
દૂઃખના ડુંગરા મુજ શિરે છે,ભલે ને એ ટોચ હોય કે શિખર હોય… - ક્યારેક કોઈ એક વ્યક્તિ હોતી નથી,
ત્યારે સાચે જ આખી દૂનિયા ખાલીખમ લાગે છે… - જિંદગીમાં નથી વહાવ્યા જેટલા આંસુ,
મે તારી મુહોબ્બતમાં વહાવ્યા છે,
છતાં તારા નિસ્વાર્થ પ્રેમનો ધક્કો,
મને હજુયે જીવાડે છે…! - આજકલ દિન મે ભી ખ્વાબ આતે હૈ મુજકો,
હાય યે કૈસી મુહોબ્બત હૈ તેરી…! - સમિપ આવ્યા વિના શું માપસો મારી પ્રતિભાને,
ચમક દરિયામાં ના મોતીમાં છે, દરિયામાં નહિ… - મારીતો એકજ પ્રાર્થના છે કે,
આપણો સંબંધ વૃક્ષની જેમ ભલે ઉગે,
પણ ડાળી થઈને ગુંચવાય નહિ…! - સમાવવું હતું જે સાગરમાં
સરીતા બનીને મારે,
ખબર નહોતી કે
સાગર પણ વહેચાયેલો છે… - તેરે દરકો છોડકર કહાં જાઉંગા સનમ,
કે તેરી યાદ પડગઈ હૈ મેરી જિંદગીકે પીછે…. - હજુએ આશ વિશ્વાસની લગાવી બેઠો છું
ને ખુદને શરમમાં ડુબાડી બેઠો છું,
શ્વાસે શ્વાસમાં વિશ્વાસ જગાવી બેઠો છું
ને શરમ વગરનાં માથાની જેમ બેશર્મ થઈ બેઠો છું.
કેતન પંડ્યા.-’વિનીત’
મેલા જિંદગી કા…
29 Jan 2011 Leave a Comment
ઈસ જિંદગી કે મેલે મે,
રહ ગયે હૈ અકેલે મે.
ખાતે હૈ દરબદર કી ઠોકરે,
જમાને કે ઈસ ઝમેલે મે.
ફીરતે હૈ યું રાસ્તે મે
પડે પત્થરો મે,
નહીં મીલતી હૈ રાહે હમે
ઈસ બેકદર જમાને મે.
ઢુંઢતે હૈ હમ કી
આતા જાતા કહાં હૈ ગમ,
ઠોકર લગી તબ પતા ચલા
આતા જાતા હૈ હમારે મે.
‘વિનીત’-કેતન પંડ્યા.
શું થશે…?
29 Jan 2011 Leave a Comment
ફુલોનું શું થશે અને ફોરમનું શું થશે?
ઓ પાનખર વિચાર કે મોસમનું શું થશે?
દરિયાદિલી છે આ દિલની કે પામે છે સૌ જગા,
જો દિલ નહી રહે તો પછી દર્દનું શું થશે?
ઓ પાનખર….
હું પાપ ના કરું એ ખરું પણ જરી વિચાર,
ગંગાનું શું થશે અને ઝમઝમનું શું થશે?
મારા વિના કહો મને એને કોણ સંગ્રહ્શે,
ચિંતા નથી આ ખૂશીની પણ ગમનું શું થશે?
ઓ પાનખર….
નિર્વાણ છે કબુલ પણ એક જ સવાલ છે,
ખૂશીઓ નું શું થશે અને માતમ્નું શું થશે?
ઓ પાનખર….
‘વિનીત’-કેતન પંડ્યા.
29 Jan 2011 Leave a Comment
પ્રેમ થયો બદનામ…..
કરી કહાણી આપણે આપણા પ્રેમ ની,
ઉડાળી છે મજાક બે દર્દ લોકો એ આપણા પ્રેમ ની.
વાતો હતી કંઈ નહી ને હતું નહી કંઈ કામ,
…પ્રેમનું આપી નામ કરી છે એને બદનામ.
રહે છે તારી સાથે સહેલીઓ ને કરે છે મસ્તી,
આ જોઈ લાગે છે મને મુહોબત મારી સ્સ્તી.
ફોડી તારી સાથે ફટાકડા મારા પ્રેમનાં,
તું ડરી ગઈ દૂનિયાથી કટકા થઈ ગયા મારા પ્રેમનાં.
‘વિનીત’-કેતન પંડ્યા.
ગુજરાતી
14 Sep 2010 Leave a Comment
શબ્દ તણો સાગર ગુજરાતી
ભુલભરેલી ગાગર ગુજરાતી,
કહે કવિ ઠાકર ગુજરાતી
અરે ભાઈ છેલ છબીલો ગુજરાતી.
ખડકીલો ઈતિહાસ અડિખમ
ગાવે કન્યા નાગર ગુજરાતી,
ચિટઠી કેરા ચાકર ગુજરાતી
ભક્ત,કવિઓનો કબીલો ગુજરાતી.
સાપ સીડીની ડગરગુજરાતી
શબ્દસફર નું નગર ગુજરાતી,
જોવે ટગર મગર ગુજરાતી
વાંકો,ચૂંકો ને હઠીલો ગુજરાતી…
કેતન પંડ્યા-’વિનીત’
છેડો ફાડ્યો છે…!
12 Sep 2010 Leave a Comment
in ગઝલ
આ રચના મે મારા અંગત જીવનમાં સર્જાયેલા વિખવાદોનાં ભૂકંપથી ઘવાઈને રચેલી છે, મને ખાત્રી છે કે કદાચ તમારા માથી કોઈક ને જરુર સ્પર્શ કરશે જ…
ભડભડ ભડભડ બળું
ભીતરે ભૂંચાળ આવ્યો છે,
સાત ફેરા લેનારીએ
આજ છેડો ફાડ્યો છે…
વચન દીધાં અગ્નિસાક્ષીએ
મરણ પર્યત સંગ રહેવાના,
બોલ વચને થી ફરનારીએ
આજ નાતો તોડ્યો છે…!
સંબંધ કેરા બંધન માંથી
મુજ એકલપંથ પ્રવાસીને,
દિલનું દાન દેનારીએ
આજ વિખુટો પાડ્યો છે…!
હર્યા ભર્યા ગૂલિશ્તાનમાં
બે ચાર કંટકો થકી,
કમલપૂષ્પ ચૂંટનારીએ
આજ બગીચો ઉજાડ્યો છે…!
’વિનીત’-કેતન પંડ્યા.
ક્યાંયનો ના રહું…!
09 Sep 2010 1 Comment
in મારી રચનાઓ
વિતેલી ક્ષણો ને વાગોળું તો
ક્યાંયનો ના રહું
ભવિષ્ય જો ભરખાઈ જાય તો
ક્યાંયનો ના રહું
સમજી શક્યો નાં રમતો
બધી જીવન ની
જો જીવતર હારી જાઉં તો
ક્યાંયનો ના રહું…!
કમી સી
09 Sep 2010 Leave a Comment
જિંદગી મે કુછ કમી સી મહેસુસ નહી હુઈ,
જિંદગી મે કુછ ચીજ કમ નહી હુઈ.
હુઈ તો તકદિર કી બાંહે સિમટ ગઈ,
મેરે હી હાથો કીસી કી તકદિર બીગડ ગઈ.
હુઈ જો મહેગી અબકે વહ શરાબ,
જો તેરી નિંગાહોં સે પીના મૈ ચાહતા થા,
મયખાને મે ગયા તો મુજે પતા ચલા,
કિ ઉસી શરાબ કી કિંમત કમ કર દી ગઈ.
-કેતન પંડ્યા,’વિનીત’
વનાંચલ
08 Sep 2010 6 Comments
in ગઝલ
આ વનાંચલની દૂનિયામાં
હું ક્યાંય ખોવાયેલો છું,
તારા આંચલની છાંવમાં
હું ક્યાંય ઢંકાયેલો છું.
તારી હલચલતી કાયાનો
હું બની બેઠો અફ્સાનો છું,
આ ચંચલ નિગાહોનાં તીરથી
હું બન્યો દિવાનો છું.
આ અચલ વિશ્વને કહી દઉં,
હું તારા થી બેગાનો છું,
તું સંગ ચલેતો દૂનિયાને ઠોકર મારું,
હુંય દૂનિયાથી ઠુકરાયેલો છું.
કેતન પંડ્યા-’વિનીત’
અગમચેત…
08 Sep 2010 2 Comments
in મારી રચનાઓ
મને એકાંતમાં ઘડીક રહેવા દો,
નિજ આંખોથી અશ્રુઓ વહેવા દો,
ને વળી કહેવાય છે,કે વહેતા અશ્રુઓંમા
દુઃખો પણ વહી જાય છે,
તો આ ખોટું છે,
જે કહેતા હોય તેને બસ કહેવા દો.
મને ખબર છે જુગટું ખેલાય,
જીવન કેરા ચોપાટ પર,
પણ હાર-જીત કોની થાય છે,
તે જરાક જોઈ લેવા દો.
અમાવસની રાત જેવાં
સોગઠાં છે મુજ નસીબનાં આજ,
પૂનમની સામે તકદીરની
તલવાર લડી લેવા દો.
હુ જાણું છું અગમચેતની વાતને,
જીત નથી હાર છે મારી,
હુ સહદેવ તો નથીં જ,
જે મળ્યું તે બસ
મને એક્લાને સહેવા દો.
કેતન પંડયા-’વિનીત’
Recent Comments